BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
3 days ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
3 days ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
3 days ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
4 days ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
6 days ago
Advertisement

પોરબંદરમાં બનશે દેશનો સૌથી આધુનિક ‘ફર્નિચર પાર્ક’: ૧૦૦ હેક્ટર જમીન પર થશે મોટું રોકાણ

પોરબંદર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન'ના વિઝનને સાકાર કરવા માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. પોરબંદરમાં ૧૦૦ હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન 'ફર્નિચર પાર્ક' અને કુછડી પાસે અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી...

પોરબંદર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન’ના વિઝનને સાકાર કરવા માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. પોરબંદરમાં ૧૦૦ હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ‘ફર્નિચર પાર્ક’ અને કુછડી પાસે અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના રોડમેપ માટે પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને ‘વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ સફળતાપૂર્વક યોજાઈ ગઈ.

સમિટને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારો (FTA)થી આપણા ઉદ્યોગો માટે વૈશ્વિક બજારો ખુલ્યા છે. પોરબંદર પાસે સમુદ્ર કિનારો અને પૂરતી જમીન હોવાથી તે વ્યાપાર માટે બેસ્ટ લોકેશન છે. આ ફર્નિચર પાર્કમાં ડિઝાઇનિંગથી લઈને સ્કીલિંગ સેન્ટર સુધીની તમામ સુવિધાઓ એક જ છત્ર (One Umbrella) હેઠળ મળશે

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ પોરબંદરમાં જમીનની કિંમત અને લેબર ઘણા સસ્તા છે, જે ઉદ્યોગકારો માટે મોટો ફાયદો છે. પોરબંદર ૫ નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલ્વે અને પોર્ટથી જોડાયેલું છે. એટલું જ નહીં, આગામી ૨૫ જૂનથી અમદાવાદ અને મુંબઈ માટેની દૈનિક ફ્લાઈટ્સ પણ શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવનારી નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસીનો લાભ અહીંના ઉદ્યોગકારોને મળશે.

આ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેલા બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગે ગુજરાતને દેશના આર્થિક વિકાસનું એન્જિન ગણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પોરબંદરમાં તૈયાર થનારું ફર્નિચર આગામી સમયમાં બ્રિટનના બજારો સુધી પહોંચશે.

Advertisement
Advertisement

સમિટમાં દેશભરમાંથી ૫૦થી વધુ મોટા ફર્નિચર ઉદ્યોગકારો અને એસોસિયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમામ ઉદ્યોગકારો આજે ૧૪ જૂનના રોજ સુચિત ફર્નિચર પાર્ક અને શિપ બિલ્ડિંગ ક્લસ્ટર માટે ભારવાડા અને કુછડી સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, અને અંતમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોર્સ: ગુજરાત માહિતી વિભાગ.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top