BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

સાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક ‘CG SEMI’ પ્લાન્ટનું ઉદ્ઘાટન

સાણંદ (ગુજરાત): भारतની સેમિકન્ડક્ટર યાત્રામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સાણંદ ખાતે ₹૭,૬૦૦ કરોડના રોકાણથી બનેલા 'સીજી સેમી' (CG SEMI) આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરી કમર્શિયલ ઉત્પાદનનો પ્રારંભ...

સાણંદ (ગુજરાત): भारतની સેમિકન્ડક્ટર યાત્રામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સાણંદ ખાતે ₹૭,૬૦૦ કરોડના રોકાણથી બનેલા ‘સીજી સેમી’ (CG SEMI) આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરી કમર્શિયલ ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે વડાપ્રધાને જાપાનની વૈશ્વિક કંપની ‘રેનેસાસ’ (Renesas) ને પ્રથમ ચિપ શિપમેન્ટ પણ સુપ્રત કર્યું હતું.

આ પ્રસંગે જનમેદનીને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે. માર્ચ ૨૦૨૪માં આ પ્લાન્ટનો શિલાન્યાસ થયો હતો અને આજે અહીં કમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે.”

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, આ ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિ રાતોરાત નથી આવી પરંતુ છેલ્લા એક દાયકાની લાંબાગાળાની નીતિઓનું પરિણામ છે. પહેલા પ્રોડક્ટ્સ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર્સ – ભારત સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરી રહ્યું છે, જે ‘વિકસિત ભારત ૨૦૪૭’ નો રોડમેપ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ દાયકાને ભારત માટે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર્સનો ‘ટેકએડ’ ગણાવ્યો હતો. તેમણે ગર્વભેર જણાવ્યું કે, ગુજરાત વર્ષ ૨૦૨૨માં દેશની સૌથી પહેલી સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું રાજ્ય છે અને ધોલેરામાં પણ વર્લ્ડ ક્લાસ ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે. સાણંદના આ પ્લાન્ટથી આગામી ૫ વર્ષમાં ૫,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.

Advertisement
Advertisement

કેન્દ્રીય આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વિશેષ ગર્વ સાથે જણાવ્યું કે, ઝારખંડ, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલી દીકરીઓ, જેમને વિશેષ તાલીમ માટે મલેશિયા મોકલવામાં આવી હતી, તેઓ આજે આ ક્લીન રૂમમાં રિયલ ચિપ્સ બનાવી રહી છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top