BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
9 hours ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
9 hours ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
11 hours ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
1 day ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
4 days ago
Advertisement

અષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”

આજે અષાઢી બીજના પવિત્ર પર્વે સમગ્ર સૌરાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે. અષાઢી બીજ એટલે માત્ર રથયાત્રા જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની સંત અને શૂરવીરોની ભૂમિ પર સેવા, સાધના અને શ્રદ્ધાનો સૂર્યોદય. આજના પાવન દિવસે વાવણીના શુકન સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે...

આજે અષાઢી બીજના પવિત્ર પર્વે સમગ્ર સૌરાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે. અષાઢી બીજ એટલે માત્ર રથયાત્રા જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની સંત અને શૂરવીરોની ભૂમિ પર સેવા, સાધના અને શ્રદ્ધાનો સૂર્યોદય. આજના પાવન દિવસે વાવણીના શુકન સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામો પરબ અને તોરણીયા ખાતે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે.

અષાઢી બીજનો મહિમા અને ધાર્મિક મહત્વ
શાસ્ત્રોક્ત અને લોકવાયકા મુજબ, અષાઢ મહિનાની સુદ પક્ષની બીજ એ ખૂબ જ શુકનવંતો દિવસ ગણાય છે.
ધરતીપુત્રોનું નવું વર્ષ: આ દિવસથી ખેડૂતો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. બળદ અને હળનું પૂજન કરી, અનોખી પરંપરા સાથે વર્ષા ઋતુને આવકારી વાવણીના શુકન કરવામાં આવે છે.
પ્રભુની નગરચર્યા: જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને પ્રજાના સુખ-દુઃખ જાણવા નગરમાં નીકળે છે.

અલખના ઓટા સમાન ‘પરબ ધામ’ નો મહિમા
સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ‘જેનું કોઈ નથી, એનો પરબનો પીર છે’. અષાઢી બીજ એટલે અજયાનાથ અને જનબાઈ (દાસી જીવણના ગુરુ) તથા સંત દેવીદાસ બાપુ અને અમર મા ની તપોભૂમિ એવા પરબ ધામનો મહાઉત્સવ.
સંત દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ સમાધિ લીધી હતી, જેથી આ દિવસ તેમનો નિર્વાણ દિવસ પણ છે.
અહીની અષાઢી બીજનો મેળો એ માત્ર મનોરંજન નથી, પણ સેવાનો મેળો છે. વર્ષો પહેલા મહારોગથી પીડાતા દર્દીઓની સેવા કરનાર આ ધામમાં આજે પણ બીજના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડે છે.

નકળંગ ધામ ‘તોરણીયા’ નો ભક્તિ ઉત્સવ
બીજ માર્ગી પરંપરા અને નકળંગ ધામ તરીકે પૂજાતું તોરણીયા મંદિર (તા. ધોરાજી) પણ અષાઢી બીજે ભક્તિના સાગરમાં ડૂબી જાય છે.
સંત શ્રી કરસનદાસ બાપુ અને રાજેન્દ્રદાસ બાપુની ગુરુગાદી એવા તોરણીયા ધામમાં અષાઢી બીજના પર્વે રાત્રે ભવ્ય મહાપૂજા અને લોક ડાયરાનું આયોજન થાય છે.
મહા વદ બીજ અને અષાઢી બીજનું અહી વિશેષ મહત્વ છે. તોરણીયા ધામમાં બિરાજતા નકળંગ ભગવાનના દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે તેવી અખંડ શ્રદ્ધા છે.
આજે અષાઢી બીજના પાવન અવસરે સૌરાષ્ટ્ર ૨૪ લાઇવના તમામ વાચકોને ‘જય જગન્નાથ’ અને ‘જય અલખધણી’. ભગવાન સૌનું વર્ષ મંગલમય અને સમૃદ્ધ બનાવે તેવી પ્રાર્થના.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top