BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!

જામનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા જિગ્નેશ માવડિયા નામના યુવાનની હત્યા તેનો જ પત્નીએ પોતાના સાથીદારો સાથે મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે...

જામનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા જિગ્નેશ માવડિયા નામના યુવાનની હત્યા તેનો જ પત્નીએ પોતાના સાથીદારો સાથે મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગતવાર માહિતી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જિગ્નેશ માવડિયા છેલ્લા બે વર્ષથી અચાનક ગાયબ થઈ ગયો હતો. જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી ત્યારે તેની પત્ની પૃથ્વીએ સૌને ગેરમાર્ગે દોરવા માટે એવું ઝૂઠું વહેતું કર્યું હતું કે, જિગ્નેશ કામ અર્થે ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો છે અને તે કોઈની સાથે ફોન કે સંપર્ક રાખવા માંગતો નથી. લાંબા સમય સુધી આ જ વાર્તા ચાલી રહી હતી, પરંતુ પરિવારને શંકા જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

જામનગરના પંચ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના મોટા ભાઈ અશોક ધરમશી માવડિયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે કે ૩૧ મે ૨૦૨૪ ના રોજ જિગ્નેશને સાયનાઈડ યુક્ત (ઝેરી) દારૂ પિવડાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ ખૂની ખેલને અંજામ આપવા માટે પત્ની પૃથ્વીએ નિલેશ મનસુખ કછટીયા અને તેના મિત્ર બલરામ દેવીરામ વર્માની મદદ લીધી હતી. ખાસ વાત એ છે કે જિગ્નેશ અને નિલેશે દારેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં ધંધો શરૂ કરવા માટે એક ફેક્ટરી લીઝ પર લીધી હતી. હત્યા બાદ આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે આ જ ફેક્ટરીની અંદર ૧૨ ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશના શબને દફનાવી દીધું હતું.

Advertisement
Advertisement

ગુરુવારે સવારે પોલીસે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી પત્ની પૃથ્વી, નિલેશ કછટીયા અને બલરામ વર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભયાનક અપરાધને કારણે સમગ્ર જામનગર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top