. બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે નોકરી મેળવવાની એક સુવર્ણ તક સામે આવી છે. બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ એક ભવ્ય ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લાના યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહે તેવા હેતુથી ઈનચાર્જ રોજગાર અધિકારી એમ. બી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ ભરતીમેળો યોજાવા જઈ રહ્યો છે. આ જોબ ફેરમાં NTTF ટોયોટા કંપની, પરિશ્રમ પ્રાકૃતિક કૃષિ વિકાસ મંડળ અને રાસ બેરીંગ્સ જેવી નામાંકિત કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં ટ્રેઇની, એરિયા મેનેજર અને મશીન ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતીમેળો તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લાના રાણપુર આઈ.ટી.આઈ. (ITI Ranpur) ખાતે યોજાશે.
જો લાયકાતની વાત કરીએ તો, ૧૮થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. જ્યારે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ધરાવતા યુવાનો આ ભરતીમેળા માટે પાત્ર ગણાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સરકારના સત્તાવાર વેબપોર્ટલ anubandham.gujarat.gov.in પર જઈને જોબસીકર (Jobseeker) તરીકે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પોર્ટલ પર લોગીન કર્યા બાદ જોબફેર મેનુમાં ક્લિક કરીને તમે આ ભરતીમેળામાં ઓનલાઈન ભાગ લઈ શકશો.
આ ભરતીમેળામાં જવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ્સ તેમજ જરૂરી ઓળખકાર્ડ [Aadhaar Redacted] સાથે રાખવાના રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરી શકાશે.
ગુજરાતના આવા જ સાચા અને સત્તાવાર રોજગાર સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો. સોર્સ: ગુજરાત માહિતી વિભાગ.









