ભાવનગર શહેરનો વિસ્તાર વધતા અને મહાનગરપાલિકામાં આસપાસના વિસ્તારો ભળ્યા બાદ પીવાના પાણીની જરૂરિયાત પણ એટલી જ વધી ગઈ છે. જોકે મહીપરીએજ, શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પૂરતું પાણી મળી રહે છે પરંતુ મહીપરીએજ અને શેત્રુંજી ડેમમાંથી લેવામાં આવતું પાણી મોંઘુદાટ છે. જ્યારે ઘર આંગણાના પાણીના સ્રોત એવા બોરતળાવમાંથી પાણી ખૂબ જ સસ્તુ મળી રહ્યું છે.
જેથી આગામી દિવસોમાં ભાવનગર શહેરના 60 ટકા વિસ્તારને બોરતળાવમાંથી જ પાણી વિતરણ થાય તેવું કોર્પોરેશન દ્વારા આયોજન કર્યું છે. બોરતળાવમાંથી મહત્તમ 115 MLD પાણી મેળવવામાં આવશે તો વાર્ષિક કરોડ જેટલી ખર્ચમાં બચત પણ થશે.









