BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

ગુજરાતમાં ઉદ્યોગોના ‘મિત્ર અને માર્ગદર્શક’ બનીને કામ કરે GPCB: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ગાંધીનગરમાં બે દિવસીય પર્યાવરણ ચિંતન શિબિર સંપન્ન: પર્યાવરણીય નિયમોનું પાલન દંડાત્મક નહીં, પ્રોત્સાહક બનશે ગાંધીનગર: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ઉચ્ચ સ્તરીય કાર્યશિબિરનો ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ...

ગાંધીનગરમાં બે દિવસીય પર્યાવરણ ચિંતન શિબિર સંપન્ન: પર્યાવરણીય નિયમોનું પાલન દંડાત્મક નહીં, પ્રોત્સાહક બનશે

ગાંધીનગર: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ઉચ્ચ સ્તરીય કાર્યશિબિરનો ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની ગરિમામય અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં GPCB ની ભૂમિકા સૌથી નિર્ણાયક રહેશે. વિકાસની સાથે સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) સુનિશ્ચિત કરવી અને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ઉદ્યોગો પણ ચાલે અને પ્રદૂષણ પણ નહિવત થાય તેવું ‘ટીમ વર્ક’ જરૂરી

મંત્રીશ્રીએ પર્યાવરણ વિભાગના અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો કે, આગામી દિવસોમાં તેઓ ઉદ્યોગોના માત્ર નિયમનકાર નહીં, પરંતુ ‘મિત્ર અને માર્ગદર્શક’ બનીને કામ કરે. ઉદ્યોગો સાથે સતત સંવાદ જાળવી રાખવો જરૂરી છે જેથી રાજ્યમાં ઉદ્યોગો પણ ધમધમતા રહે અને પર્યાવરણને થતું નુકસાન પણ નહિવત કરી શકાય. આ શિબિરના વિઝન પ્લાન આધારે હવે અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સીસ જેવા વિભાગો પોતાના એક્શન પ્લાન તૈયાર કરશે.

CETP સુવિધા હશે ત્યાં જ નવા ઉદ્યોગોને મંજૂરી: અગ્ર સચિવ વિનોદ રાવ

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે કાર્યશિબિરના કન્ક્લુડિંગ રિપોર્ટને રાજ્યના ભવિષ્ય માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે:

  • સ્વેચ્છાએ પાલન જરૂરી: પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશોથી થાય તેના કરતાં ઉદ્યોગો સ્વેચ્છાએ કરે તે વધુ હિતાવહ છે.
  • વટવા મોડેલ એક ઉત્તમ ઉદાહરણ: અમદાવાદનું ‘વટવા મોડેલ’ પ્રદૂષણ ઘટાડવા માટે સમગ્ર રાજ્યમાં રોલ મોડેલ બન્યું છે.
  • ભવિષ્યનું આયોજન: આગામી સમયમાં નવી ઇન્ડસ્ટ્રીઝ માટે એવો ડેવલપમેન્ટ પ્લાન બનશે જ્યાં CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ મંજૂરી અપાશે, જેથી મોનિટરિંગ સરળ બને.
  • બિન-નાણાકીય પ્રોત્સાહનો: સારું કામ કરનારા ઉદ્યોગોને સર્ટિફિકેટ કે સન્માન આપી પ્રોત્સાહિત કરાશે અને દંડાત્મક કાર્યવાહી મિનિમાઇઝ કરાશે.

વિકાસ અને પર્યાવરણ બંને સાથે રહી શકે છે: જીપીસીબી અધ્યક્ષ આર. બી. બારડ

GPCB ના અધ્યક્ષ શ્રી આર. બી. બારડે કાર્યશિબિરના તારણો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નહોતો પરંતુ ભવિષ્યના ગ્રીન ગુજરાત માટેની એક ‘વિચાર યાત્રા’ હતી. આજે વિશ્વ ઇકોનોમિક ગ્રોથ અને એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી બંનેને સાથે લઈને ચાલી રહ્યું છે અને ગુજરાતે આ બંને વચ્ચે સંતુલન સાધીને દેશમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement
Advertisement

બે દિવસીય આ કાર્યશિબિરમાં રાજ્યના પર્યાવરણીય પડકારો, કાયદાકીય સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન અને ટકાઉ ભવિષ્યના આયોજન અંગે દેશભરના નિષ્ણાતો દ્વારા વ્યાપક મંથન કરવામાં આવ્યું હતું.(https://gujaratinformation.gujarat.gov.in/)

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top