જાસ્મીન ભસીન ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’ શો દ્વારા હજારો લોકોના દિલ પર રાજ કરે છે. તે પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફના કારણે વધુ ચર્ચામાં રહે છે. જાસ્મીન ભસીન અને અલી ગોની વચ્ચેના સંબંધોને બંનેમાંથી કોઈ પણ છુપાવતું નથી.
જસ્મીન ભસીનનો જન્મ 28 જૂન 1990ના રોજ રાજસ્થાનના કોટામાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે કોટામાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને જયપુરની એક કોલેજમાંથી સ્નાતક થયા.
જસ્મીન ભસીન એક અભિનેત્રી છે જે પંજાબી ફિલ્મોની સાથે હિન્દી ટેલિવિઝનમાં પણ કામ કરે છે. તેણે 2011માં તમિલ ફિલ્મ વાનમથી અભિનયની શરૂઆત કરી હતી. તે ટશન-એ-ઇશ્ક (2015-16)માં ટ્વિંકલ તનેજા અને દિલ સે દિલ તક (2017-18)માં ટેની ભાનુશાળીની ભૂમિકા માટે જાણીતી છે.









