પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગના પુન: નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સોમનાથ અમૃતપર્વ-2026” ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવમાં દેશભક્તિનો રંગ ઉમેરવા ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) સજ્જ થઈ છે. 11 મેના રોજ સવારે બરાબર 11 કલાકે સોમનાથના આકાશમાં વાયુસેનાના પાઈલટો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.
જામનગરથી સોમનાથ માત્ર 18 મિનિટમાં: આ એર શો માટે પાઈલટો જામનગર એરફોર્સ સ્ટેશનથી લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-132 ફાઈટર જેટ્સ સાથે ઉડાન ભરશે. જામનગરથી સોમનાથનું 182 કિમીનું અંતર આ વિમાનો માત્ર 18 મિનિટમાં કાપીને સોમનાથના દરિયાકિનારે પહોંચશે.









