વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિતે ગુજરાત પ્રવાસ પર છે. સોમવારે સોમનાથ મંદિરમાં આયોજિત અમૃત પર્વ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિધિની સાથે પુજા અર્ચના કરી હતી.
ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક સોમનાથ મંદિરના ભવ્ય શિખરનું દેશના 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો હતો. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સોમનાથ મંદિર, તેના પુનર્નિર્માણ પછી તેનું પ્રથમ કુંભાભિષેક થયો હતો. પીએમ મોદી પણ તેમાં ભાગ લીધો હતો. ચાલો જોઈએ કે કુંભાભિષેક શું છે અને તે શા માટે ખાસ છે.









