ઓમાનના અલ અમીરાતમાં રમાયેલા અંડર-19 એશિયા ક્રિકેટ કપના બીજા સેમિફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 227 રનનો સ્કોર ઊભો કર્યો હતો. નોમાન સરફઝાઈ અને શાહ ફૈઝલ રહીમીએ 51-51 રન કર્યા હતા. ભારત તરફથી ઇશાન સૂદે 3 વિકેટ લીધા હતા.
જવાબમાં ભારતે માત્ર 36.5 ઓવરમાં 2 વિકેટે 230 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 90 બોલમાં 93 રનની શાનદાર પારી રમી, જ્યારે આર્યવીર સહેવાગે 51 અને વીકે વિનીતે નોટ આઉટ 57 રન કર્યા.
આ જીત સાથે ભારત હવે ફાઇનલમાં પહોંચી ગયું છે. ફાઇનલમાં ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. પાકિસ્તાને પહેલા સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું.
હવે બધાની નજર ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ફાઇનલ ટક્કર પર રહી છે.









