અમૂલ દૂધ પીનારા ગૃહિણીઓ અને ગ્રાહકો માટે મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે. અમૂલ ડેરીએ 12 નવેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹6 સુધીનો વધારો કર્યો છે.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો થયો છે. જેના કારણે 1 લિટર અમૂલ તાજા દૂધ હવે ₹59માં મળશે, જ્યારે 500 મિલી પેકનું ભાવ ₹30 થયું છે.
અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹4નો વધારો કરાયો છે. આગળ 1 લિટર અમૂલ ગોલ્ડ ₹70માં મળતું હતું, તે હવે ₹74માં મળશે. 500 મિલી પેકનું ભાવ પણ ₹35થી વધીને ₹37 થયું છે.
ઉપરાંત અમૂલ ડબલ ટોન્ડ દૂધ ₹54થી વધીને ₹56 થયું છે, ગાયના દૂધનું ભાવ ₹62થી વધીને ₹65 થયું છે, જ્યારે ફૂલ ક્રીમ ભેંસના દૂધમાં ₹6નો વધારો થતાં તેનું ભાવ ₹86 થયું છે.
અમૂલ ડેરીના જણાવ્યા મુજબ, પશુઆહાર, પેકેજિંગ તથા ઉત્પાદન અને પ્રોસેસિંગ ખર્ચમાં વધારાને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ઘરના માસિક દૂધ ખર્ચમાં પણ વધારો થશે અને ચા, દૂધ તથા દૂધની બનાવટોના ભાવ પર પ્રભાવ પડી શકે છે.









