સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગર શહેરમાં બનેલી મારામારીની એક ઘટનામાં પોલીસે આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુનામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવામાં સફળતા.
“સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસના ભાગરૂપે પોલીસની ટીમો દ્વારા આરોપીઓના રહેણાંક મકાનો પર ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. મારામારીની ઘટનામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હથિયાર પોલીસે આરોપીના ઘરેથી શોધી કાઢીને કબજે કર્યું છે.
પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે કબજે કરાયેલા હથિયારના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”









