રાજકોટમાં પોલીસની એક. કાર્યવાહી બાદ હવે પોલીસ સ્ટેશનની અંદર બનેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. સમાચારનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મી સાથે થયેલા વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રની કામગીરી અને પત્રકારોની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.
રાજકોટની એક જાણીતી હોટલમાં યોજાયેલી પાર્ટી અંગે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા મીડિયાકર્મીઓ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યાં કવરેજ દરમિયાન બનેલી ઘટનાએ હવે અલગ જ ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કર્મચારી દ્વારા કવરેજ કરી રહેલા કેમેરામેનનો કોલર પકડીને તેને ધક્કો મારવામાં આવતો હોવાનું સ્પષ્ટ દૃશ્ય જોવા મળે છે.
સવાલ એ છે કે પોલીસ સ્ટેશનમાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મી સાથે આવો વ્યવહાર કરવાની જરૂર કેમ પડી?
જો કવરેજ દરમિયાન કોઈ નિયમનું ઉલ્લંઘન થતું હોય તો કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે છે. પરંતુ પોલીસની વર્દી પહેરનાર વ્યક્તિ પાસેથી સંયમ અને જવાબદારીપૂર્ણ વર્તનની અપેક્ષા પણ એટલી જ રહે છ
પત્રકારોનું કામ જનતાના પ્રશ્નો તંત્ર સમક્ષ મૂકવાનું છે. પોલીસ અને મીડિયા વચ્ચે મતભેદ હોઈ શકે, પરંતુ તેનો ઉકેલ સંવાદથી આવવો જોઈએ.
વર્દીનો આદર જળવાય તે જરૂરી છે, પરંતુ પત્રકારના સન્માન અને સ્વતંત્રતાનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે.









