સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે જેતપુર સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના ઘેટાં વાળા પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી રોડ ઉપર વહેતા થયા છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુભર બની ગયું છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં એકવાર નહીં પરંતુ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા નગરપાલિકાના તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભૂગર્ભ ગટરના ખરાબ પાણી રસ્તાઓ પર ભરાઈ રહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જે સીધી રીતે રહીશોના આરોગ્ય પર માઠી અસર કરી રહી છે. મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય તોળાઈ રહ્યો છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નાના બાળકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, જેના કારણે વાલીઓ ચિંતામાં મુકાયા છે.
સ્થાનિકો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, “શું નગરપાલિકા કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહી છે?”
જેતપુર.ઘેટાં વાળા પ્લોટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા: એક મહિનાથી સ્થાનિકો પરેશાન,
સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે જેતપુર સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના ઘેટાં વાળા પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી રોડ ઉપર વહેતા થયા છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું...









