રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયાવદરમાં રહેણાંક મકાન અને ઓફિસોમાં બેસી સેક્સ પાવર વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરવાના નામે લોકોને છેતરતા અને બ્લેકમેઇલ કરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરોનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય ૫ આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરોડારાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી ડીવીઝન એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજ દ્વારા અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા આપેલી કડક સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એચ. રાખ અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાયાવદર ટાઉનમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા: પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ ત્રણેય કોલ સેન્ટરો પરથી કોઈપણ પ્રકારના લાયસન્સ કે આધાર વગર સામાન્ય લોકોને લલચાવી-ફોસલાવી લૂંટવામાં આવતા હતા:
પોર્ન સામગ્રી મોકલી ધમકીઓ આપવી: ખોડીદાસ માકડીયા અને તેના સાથીઓ વેબસાઇટ મારફતે લોકોને પોર્ન સાહિત્ય મોકલી સેક્સ સ્ટેમિના તેમજ B-12 ની આયુર્વેદિક દવાઓ ખરીદવા ઉત્તેજિત કરતા હતા. ત્યારબાદ ગ્રાહકોને પરિવારમાં જાણ કરી દેવાની અને આજીવન જેલમાં ધકેલવાની ધમકી આપી પ્રોડક્ટ આપ્યા વગર જ પૈસા પડાવી લેતા હતા.
ઓર્ડર કેન્સલ કરે તો બળજબરીથી વસૂલાત: અહેમદરઝા મુલતાણી અને તેની ગેંગ બોગસ ડોક્ટર બની સેક્સ પાવરની દવાઓ વેચતી હતી. જો કોઈ ગ્રાહક પોતાનો ઓર્ડર કેન્સલ કરવાની કોશિશ કરે તો તેને વોટ્સએપ પર કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી બળજબરીથી નાણાં પડાવવામાં આવતા હતા.
ન્યુરો શક્તિ પ્લસના નામે ઠગાઈ: ફરાર આરોપી હાર્દિક ખાંભલા પોતાની ઓફિસમાં ‘ન્યુરો શક્તિ પ્લસ’ નામની પ્રોડક્ટ માટે ખોટા નામે ડોક્ટર બની ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરતો હતો.
₹૫.૧૬ લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે આ ત્રણેય સ્થળોએથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવા માટે વપરાતો નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે: આ ઉપરાંત રેઇડ દરમિયાન હાજર ન મળી આવેલાપાંચ ઈસમો ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.









