દુબઈને ‘સિટી ઓફ ગોલ્ડ’ કહેવામાં આવે છે, જ્યાં એટીએમ (ATM) માંથી પણ સોનું નીકળે છે. એવામાં એક ચોંકાવનારી હકીકત એ છે કે, અબજોની સંપત્તિના માલિક દુબઈના શેખ પોતે સોનાના દાગીના નથી પહેરતા. આખરે આની પાછળનું મોટું કારણ શું છે?
તમે દુબઈના રસ્તાઓ ઉપર 24 કેરેટ સોનાથી મઢેલી લક્ઝરી કાર જોઈ હશે પરંતુ તે કાર ચલાવનારા શેખોના ગળામાં સોનાની ચેઈન કે હાથમાં વીંટી હોતી નથી. ઇસ્લામ ધર્મમાં પુરુષો માટે સોનું અને રેશમ પહેરવું ‘હરામ’ એટલે કે ‘વર્જિત’ માનવામાં આવ્યું છે. હદીસ અનુસાર, આ વસ્તુઓ પુરુષો માટે નહીં પરંતુ મહિલાઓના શૃંગાર માટે છે. દુબઈના ‘શેખ’ આ ધાર્મિક નિયમનું ખૂબ જ કડકાઈથી પાલન કરે છે.









