BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
3 days ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
3 days ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
3 days ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
4 days ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
7 days ago
Advertisement

દંડ વસૂલવો એ લક્ષ્ય નથી, નાગરિકોની જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ: DGP જી. એસ. મલિક

સરકારી બાબુઓ પણ ન બચ્યા! ગુજરાતમાં ૧ મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં ₹૫.૨૧ કરોડનો દંડ, DGP મલિકે કહ્યું- 'દંડ લક્ષ્ય નથી, જિંદગી બચાવવી છે' ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ...

સરકારી બાબુઓ પણ ન બચ્યા! ગુજરાતમાં ૧ મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં ₹૫.૨૧ કરોડનો દંડ, DGP મલિકે કહ્યું- ‘દંડ લક્ષ્ય નથી, જિંદગી બચાવવી છે’

ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઝુંબેશના આંકડા અને વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં સામાન્ય નાગરિકોની સાથે સરકારી અધિકારીઓ સામે પણ લાલઆંખ કરવામાં આવી છે.

“દંડ વસૂલવો એ લક્ષ્ય નથી, જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ”

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ.મલિકે જણાવ્યું કે, “દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે.” તેમણે ઉમેર્યું કે માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

નિયમ બધા માટે સરખો: પકડાયા ૫,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ

ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. નિયમભંગ કરનારા ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. ૧૬.૫૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આંકડાની નજરે એક મહિનાની મહાઝુંબેશ:

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન કુલ દંડનીય કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:

Advertisement
Advertisement

વિગતઆંકડા
કુલ દંડાયેલા વાહનચાલકો૧.૮૮ લાખથી વધુ
કુલ વસૂલાયેલો દંડરૂ. ૫.૨૧ કરોડ
દંડાયેલા સરકારી કર્મચારીઓ૫,૧૨૩
સરકારી કર્મચારીઓ પાસેથી વસૂલાતરૂ. ૧૬.૫૮ લાખ

હેલ્મેટ ન પહેરવાનું પરિણામ: આજીવન વસવસો

અકસ્માતોના અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે માત્ર એક હેલ્મેટના કારણે વાહનચાલકનો જીવ આબાદ બચી જાય છે. જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા સ્વજન ગુમાવ્યા છે અને આજીવન વસવસો ભોગવવો પડે છે. ગુજરાત પોલીસ નથી ઈચ્છતી કે કોઈ પણ પરિવાર આવો આઘાત સહન કરે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે માત્ર દંડ નથી કર્યો, પરંતુ નિયમભંગ કરનારને ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને ગાંધીગીરીથી તેનું મહત્વ પણ સમજાવ્યું છે. (https://gujaratinformation.gujarat.gov.in/)

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top